મની લોન્ડરિંગ કેસ: શિવસેના MLA પ્રતાપ સરનાઈકના ઘર અને ઓફિસ સહિત 10 જગ્યાએ ED ના દરોડા
Trending Photos
મુંબઈ: EDએ મની લોન્ડરિંગ મામલે શિવસેનાના ધારાસભ્ય પ્રતાપ સરનાઈકના થાણે ખાતેના ઘર અને ઓફિસ પર દરોડા પાડ્યા છે. કહેવાય છે કે ઈડી પ્રતાપ સરનાઈકના ઘર અને ઓફિસ સહિત મુંબઈ અને થાણેના 10 ઠેકાણા પર સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. જો કે ઈડીએ હજુ એ જાણકારી નથી આપી કે આ દરોડા કયા કેસમાં પાડવામાં આવ્યા છે.
કોણ છે પ્રતાપ સરનાઈક?
અત્રે જણાવવાનું કે પ્રતાપ સરનાઈક થાણેના ઓવલા-મજીવાડા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય છે. તેઓ શિવસેનાના મહારાષ્ટ્ર પ્રવક્તા અને મીરા ભાયંદર વિસ્તારના સંચાર નેતા પણ છે. સરનાઈક ભાજપ વિરુદ્ધ સતત આક્રમક રહે છે અને હાલમાં જ કંગના રનૌત દ્વારા મુંબઈની સરખામણી પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીર સાથે કરવાના મામલે રાજદ્રોહનો કેસ દાખલ કરવાની માગણી બાદ ચર્ચામાં આવ્યા હતા.
Maharashtra: Shiv Sena MLA Pratap Sarnaik's residence and office in Thane being raided by officials of Enforcement Directorate.
Visuals from his residence. https://t.co/tjk81hxPn5 pic.twitter.com/czcwIsuQR6
— ANI (@ANI) November 24, 2020
આ ઉપરાંત અર્નબ ગોસ્વામીના વિરોધમાં વિધાનસભામાં વિશેષ અધિકાર હનનનો પ્રસ્તાવ લઈને પણ આવ્યા હતા અને કલર્સ ચેનલના શો બિગ બોસમાં કુમાર શાનૂના પુત્ર જાન શાનૂના મરાઠી વિરુદ્ધ બોલવાનો મુદ્દો પણ તેમણે જ ઉઠાવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે